ફરીયાદી પાસેથી વિદેશ જવાની લાલચ આપી ઠગાઈ કરી પૈસા પડાવતા પતિ પત્ની (બંટી બબલી) વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા લુણાવાડા પોલીસે મોબાઈલ એનાલીસીસ અને ટાવર લોકેસનના આધારે બન્નેની દહેગામ ખાતેથી ધરપકડ કરી. આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મોકલવાનાં બહાને લોકોની ઠગાઇની ઘટનાઓમાં વધારો થયો છે.
બકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરીયાદી પાસેથી વિદેશ જવાની લાલચ આપી પતિ પત્નીએ (બંટી બાબલીએ) 6,62,500/- ઠગાઈ કરી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના આધારે લુણાવાડા પોલીસ દ્વારા મોબાઈલ એનાલીસીસ અને ટાવર લોકેસનના આધારે રવિ પ્રજાપતિ અને હિમાની પ્રજાપતિ બન્ને પતિ પત્નીને દહેગામ ખાતેથી લુણાવાડા પોલીસે અટકાયત કરી પૂછ પરછ હાથ ધરી છે.
આ બન્ને પતિ પત્ની ડુપ્લીકેટ વિઝા તથા વર્ક પરમીટ આપીને લોકોની સાથે ઠગાઇ કરી રૂપિયા પડાવતા હતા. લુણાવાડા પોલીસે IPC કલમ ૪૦૬,૪૨૦,૪૬૮,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કોવિડ ગાઈડ લાઈન મુજબ કોવિડ ટેસ્ટ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ જવાનાં નામે ઠગાઇનાં કિસ્સાઓમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. વિદેશ મોકલવાનાં બહાને અનેક લોકોની ઠગાઇ થઇ ચુકી છે. આવા કિસ્સાઓ છાશવારે બહાર આવ