મુંબઇ,ટીમ ઈન્ડિયા આ મહિને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જવાની છે જ્યાંતે ટેસ્ટ, ટી-૨૦ અને વન-ડે શ્રેણી રમશે. પસંદ કરાયેલી ટીમમાં કુલદીપ યાદવને તક આપવામાં આવી છે ત્યારે વિન્ડિઝ જતા પહેલાં કુલદીપ યાદવ બાબા બાગેશ્ર્વર ધામ પહોંચ્યો હતો જ્યાં પહોંચીને તેણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ મેળવ્યા હતા. કુલદીપની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કુલદીપની તસવીરો બાગેશ્ર્વર ધામ સરકાર નામના ટવીટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવી છે. યાદવ બાબાના ચરણોમાં બેસીને હાથ જોડતો દેખાઈ રહ્યો છે. છ અને સાત જૂલાઈએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા નું આયાજેન દિલ્હીના પટપડગંત વિસ્તારમાં થયું છે જ્યાં કુલદીપ યાદવ પણ પહોંચ્યો હતો.