
નવીદિલ્હી, રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતા લાલુ પ્રસાદ યાદવે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ સવાલના જવાબમાં લાલુ યાદવે કહ્યું કે જે પણ વડાપ્રધાન બને તેને પત્ની વગર ના રહેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાને પીએમ આવાસમાં પત્ની વિના રહેવું જોઈએ નહીં, તે ખોટું છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ અંગે લાલુ યાદવે કહ્યું કે રાજકારણમાંથી કોઈ ક્યારેય સંન્યાસ લેતું નથી, શરદ પવારજી ખૂબ જ મજબૂત નેતા છે.
લાલુ યાદવે મહાગઠબંધનની સંભવિત સીટો વિશે કહ્યું કે ૨૦૨૪માં તેને ૩૦૦થી વધુ સીટો મળશે. વડાપ્રધાન પદના દાવેદાર અને વિપક્ષ તરફથી રાહુલ ગાંધીને લગ્નની સલાહના સવાલ પર લાલુ યાદવે કહ્યું, ’જે કોઈ પણ પીએમ હોય, તેણે પત્ની વિના નવા જ રહેવું જોઈએ. વડાપ્રધાન આવાસમાં પત્ની વગર રહેવું ખોટું છે, તેને નાબૂદ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારીઓના કન્વીનર છે, જેમને ભ્રષ્ટ કહેવામાં આવતું હતું તેને મંત્રી બનાવી દીધો છે.
વિપક્ષી એક્તા અંગે લાલુ યાદવે કહ્યું, ’૧૭ પાર્ટીઓના નેતાઓ એક થઈ રહ્યા છે. ભાજપના નેતાઓ જે કહે છે તે કહેવા દો. તેઓ જતા રહ્યા છે, તેઓ સંપૂર્ણપણે નાશ પામશે. શરદ પવાર ખૂબ જ મજબૂત નેતા છે પરંતુ આ બધું તેમના ભત્રીજા અજિત પવાર કરી રહ્યા છે. તેમના કહેવાથી કોઈ નિવૃત્ત નહીં થાય, રાજકારણમાં ક્યારેય કોઈ નિવૃત્ત થતું નથી. જણાવી દઈએ કે લાલુ યાદવ આ દિવસોમાં મેડિકલ ચેકઅપ માટે દિલ્હી આવ્યા છે.