ખેડા, ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ખેડા જિલ્લાના માતર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં ગઇકાલે રાતથી વરસાદી માહોલ છે. માતર પંથકમાં ભલાડા, પરિયેજ, સિંજીવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. આ તમામ સ્થળોએ એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં પણ ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા ચોતરફ પાણી પાણી થઇ ગયુ છે. નડિયાદ પૂર્વ અને પશ્ર્ચિમ જોડતા ચારેય ગરનાળામાં પાણી ભરાયા છે. શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળામાં પાણી ભરાયા છે. માઈ મંદિર ગરનાળા, વૈશાલી ગરનાળામાં પાણી ભરાયા છે. મહેમદાવાદમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વસો, ખેડા, મહુધા તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.
નડિયાદમાં ૪ કલાકમાં ૩.૫ ઈંચ વરસાદ ખાબક્તા ચારે તરફ પાણી જોવા મળ્યુ છે. ખેડાના નડિયાદ પૂર્વ અને પશ્ર્ચિમ જોડતા ચારેય ગરનાળામાં પાણી ભરાયા છે. તો શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે. તો આ તરફ માઈ મંદિર ગરનાળા, વૈશાલી ગરનાળામાં પાણી ભરાયા છે. તો બીજી તરફ મહેમદાવાદમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વસો, ખેડા, મહુધા તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.
ભારે વરસાદને પગલે ખેડાના નડિયાદમાં વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી. ખેડાના નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કારમાં ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.