મહીસાગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા

  • પ્રમુખ તરીકે રમીલાબેન કલ્પેશભાઈ ડામોરની વરણી
  • ઉપપ્રમુખ તરીકે રમતુભાઇ ઉદેસિંહ બારિયાની વરણી
  • ઠેરઠેર સમર્થકોએ પ્રમુખ અને ઉપપ્રમુખનું સ્વાગત કર્યું

લુણાવાડા,મહીસાગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ છે.મહીસાગર જીલ્લા પંચાયતમાં ફરી એકવાર ભાજપે સત્તા મેળવી છે. મહીસાગર પંચાયતના પ્રમુખ અને ઉપ્રમુખના નામની જાહેરાત કરાઈ છે. જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન કલ્પેશભાઈ ડામોરની વરણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા પંચાયતની કુલ ૨૮ સીટ પૈકીની ૨૨ સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. તે જ સમયે નિશ્ચિત હતું કે, ભારતીય જનતા પાર્ટી ફરી જિલ્લા પંચાયતની સત્તાનું શુકાન બિનહરીફ સંભાળશે. જ્યારે તાલુકા પંચાયત તમામ ભાજપનો ભગવો લહેરાયો છે.

મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન કલ્પેશભાઈ ડામોરની વરણી કરવામાં આવી છે.ઉપપ્રમુખ તરીકે રમતુભાઇ ઉદેસિંહ બારિયાની વરણી કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પંચાયતના તમામ સભ્યો અને કાર્યકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ જિલ્લા પંચાયતેથી સરઘસ યોજ્યુ હતું. તમામ સમર્થકોએ પ્રમુખ અને ઉપપ્રમુખનું સ્વાગત કર્યું હતું. મહીસાગર જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડે તેમજ લુણાવાડા તાલુકાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તેમજ સંતરામપુર તાલુકાના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. મહિસાગર જીલ્લામાં પણ ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું.

અત્રે નોંધનીય છે કે, મહિસાગર જીલ્લા પંચાયત અને ૬ તાલુકા પંચાયતની ચંુંટણીમાં ભાજપે બહુમતી મેળવી હતી. મહિસાગર જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખપદ માટે ચુંટણી યોજી પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર થયા હતા. મહિસાગર જીલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા બહુમતી બતાવી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી બિનહરીફ કરી હતી. ત્યારે મહિસાગર જીલ્લાની ૬ તાલુકા પંચાયતમાં પણ ભાજપના ઉમેદવારો જીતી આવતા પ્રમુખ અને ઉપપ્રમુખ બની આવ્યા હતા.
મહિસાગર જીલ્લા પ્રમુખ તરીકે રમીલાબેન ડામોર અને ઉપપ્રમુખ તરીકે રમતુસિંહ બારૈયાની જાહેરાત થઈ છે. મહિસાગર જીલ્લામાં ભાજપની સત્તા લાવવા માટે દશરથભાઈ બારીયા જેવો મહિસાગર જીલ્લાના ભાજપના પ્રમુખ છે અને તેમના વ્હારે જીતનો શહેરો સજાવ્યો હતો.

તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો….

મહિસાગર જીલ્લાની ૬ તાલુકા પંચાયત પર ભાજપે પોતાનું શાસન સ્થાપિત કર્યું હતું. ત્યારે જીલ્લાના ૬ તાલુકામાં ભાજપના ઉમેદવારોની જીત થતા આજે ૬ તાલુકાના ઉમેદવારો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી કરાઈ હતી. તાલુકા પંચાયતના ૬ તાલુકાના લીસ્ટ નીચે મુજબ છે. અને ભાજપના મેન્ડેટ આધારે ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.

  • લુણાવાડા તાલુકા પંચાયત
  • પ્રમુખ :- જયંતિકાબેન પટેલ
  • ઉપપ્રમુખ :- ભાવનાબેન બારીયા
  • ખાનપુરા તાલુકા પંચાયત
  • પ્રમુખ : ઉમેશભાઈ પટેલ
  • ઉપપ્રમુખ : સવિતાબેન ડામોર
  • સંતરામપુર તાલુકા પંચાયત
  • પ્રમુખ :- શારદાબેન પટેલીયા
  • ઉપપ્રમુખ :- ભારતભાઈ ખાંટ
  • બાલાસીનોર તાલુકા પંચાયત
  • પ્રમુખ :- વર્ષાબેન ચૌહાણ
  • ઉપપ્રમુખ :- રંંગીતસિંહ સોલંકી
  • કડાણા તાલુકા પંચાયત
  • પ્રમુખ :- કમલેશભાઈ પાદરીયા
  • ઉપપ્રમુખ :- પ્રગ્નેશભાઈ ડીંડોર
  • વિરપુર તાલુકા પંચાયત
  • પ્રમુખ :- દિપકભાઈ તલવાર
  • ઉપપ્રમુખ :- વિજયાબેન બારૈયા