મહીસાગર કલેકટરના હસ્તે ચોપડા, સ્કૂલ બેગ અને તાડપત્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

  • લુણાવાડા સુવિધા હોસ્પિટલના ડો આર બી પટેલ દ્વારા ચાર લાખથી વધુ રકમનું કીટ વિતરણ કરાયું.

મહીસાગર, મહીસાગર જીલ્લાના લુણાવાડા સુવિધા હોસ્પિટલના ડો. આર બી પટેલ દ્વારા છેલ્લા 15 વર્ષથી અવિરત દાનનો લાભ બાળકોને મળે છે અને આ વર્ષે પણ ચાર લાખ રૂપિયા જેટલી રકમનું બુક, બેગ અને તાડપત્રી વિતરણ કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે કલેકટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, દાન કરવા માટે લાગણી અને ઈચ્છા હોવી જોઈએ માટે દરેક વ્યક્તિએ પોતાની ઈચ્છા પ્રમાણે થોડીક પણ મદદ કરવી જોઈએ.

કલેકટર દ્વારા સુવિધા હોસ્પિટલના ડો. આર.બી.પટેલના કામને બિરદાવી હજુ પણ આવા કામો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે સુવિધા હોસ્પિટલના ડો. આર.બી.પટેલએ જણાવ્યું હતું કે, સમાજના બે પ્રકારના ભાગ પડે છે. એક ભાગ સધ્ધર છે અને એક ભાગ ગરીબ છે. આવા સધ્ધર વ્યક્તિઓએ જેને જરૂરિયાત છે, તેવા લોકોની મદત કરવી જોઈએ અને શાળામાં શિક્ષકો કે આચાર્યએ એક-બે જરૂરિયાતમંદ બાળકોને દત્તક લઈ તેને ભણાવવાની અને નિખારવાની જવાબદારી લેવી જોઈએ.

આ પ્રસંગે દાતા ડો. આર.બી.પટેલ દ્વારા મહીસાગર જીલ્લાના વિવિધ શાળાઓમાં 11 હજાર ચોપડા, 300 દફતર કીટ અને 52 જેટલી તાડપત્રી વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ શશીકાંત પટેલ, મહીસાગર જીલ્લા શેક્ષણીક સંઘ પ્રદીપભાઈ પટેલ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશભાઈ પંચાલ સહિત આચાર્ય, શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.