સંતરામપુર, સંતરામપુર પોલીસ વિભાગ દ્વારા વાહનો ચેકિંગ કરીને દંડ વસૂલ કરવામાં આવ્યો. આજરોજ સંતરામપુર લુણાવાડા રોડ પાસે નાના મોટા વાહનો ચેકિંગ દરમિયાનમાં દંડ વસૂલ કરવામાં આવેલો હતો. જેમાં મોટરસાયકલ ફોરવીલર અલગ અલગ વાહનો પાસે વાહન ચાલકો પાસે પીયુસી, લાઇસન્સ, વીમો વિવિધ પ્રકારના નીતિ નિયમ મુજબ ડોક્યુમેન્ટ ન હોવાના કારણે પોલીસે વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. ત્યારે બીજી બાજુ કેટલાક વાહન ચાલકો આગળ ચેકિંગ હાથ ધરાય તેમ કરીને બબ્બે કલાક સુધી એક જ સ્થળ ઉપર ઉભા રહ્યા. જ્યારે બીજી બાજુ વાહન ચાલકો પાસેથી મોટાભાગનો આજે ડંડ વસૂલ કરી અને પોલીસે પોતાની કામગીરી નિભાવી હતી.