સંતરામપુર, સંતરામપુર ભુવનેશ્ર્વરી મંદિર પાસે બાલિકાઓ ગૌરી વ્રત નિમિત્તે ફરવા ગયેલા તે દરમિયાનમાં બગીચાની સફાઈ અને સુવિધાથી વંચિત અને અભાવ જોવા મળેલો હતો. સંતરામપુર નગરમાં ગૌરીવ્રત નિમિત્તે મોટાભાગના લોકો ભુવનેશ્ર્વરી મંદિર પાસે આનંદ મળવા માટે અને ફરવા માટે આવતા હોય છે, પરંતુ પાલિકાની ઘોરબેદરકારીના કારણે આ બગીચા પાસે ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા હતા અને ખાડાઓ પડી જવાના કારણે ગંદુ પાણી પણ ભરેલું હતું. તેને સફાઈ ન કરવાના કારણે મચ્છરનો ઉપદ્ર પણ વધી રહેલો હતો. ફરવા આવેલા બાલિકાઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી આવેલો હતો. આટલું મોટું ગામ હોવા છતાં વ્યવસ્થિત બગીચો ના હોવાના કારણે ગ્રામજનો નારાજગી પણ વ્યક્ત કરી હતી. મંદિરની બાજુમાં જ બગીચામાં ચારે બાજુ ઝાડી ઝાંખરા અને પાણીના ખાબોચીયા હોવાના કારણે બાલિકાઓ આનંદ ના મેળવી શક્યા અને એક જ બાજુ બેસી રહેવાનો વારો આવ્યો અને કેટલાક બાલિકાઓ ફરવા માટે આવ્યા જ નહીં તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. નગરપાલિકાની ધોરબેદરકારીના કારણે આવી પરિસ્થિતિ જોવા મળેલી હતી. સંતરામપુર આટલું મોટું ગામ હોવા છતાં આટલો મોટો આટલા વર્ષોથી પાલિકા જ બગીચો પણ ના બનાવ્યો અને ભુવનેશ્ર્વરી માતાને બાજુ સુવિધાને અભાવ જોવા મળી આવેલો હતો.