- શહેરાના ભાગોળ રેલ્વે ફાટક પાસે અંડરબ્રીજની દિવાલ ધરાશાહી થતાં દુકાનોની દિવાલને નુકશાન.
ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રીએ મેધરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદ પડતાં બફારા માંથી રાહત મળી હતી. અડધા કલાક જેવા વરસાદમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે અંડરપાસ નજીક ગટર લાઈટના એક ભાગ તુટી જતાં દુકાનોની દિવાલને નુકશાન થવા પામ્યું હતું.
પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં મેધરાજાએ વિરામ લેતાં લોકો ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે બુધવારે મોડી રાત્રીએ મેધરાજા મનમૂકીને વરસી પડયા હતા. અડધાથી પોણા કલાક સુધી ધોધમાર વરસાદ પડયો હતો. જેને લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. ગોધરા શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે નિર્માણ થતાં અંંડરબ્રીજ પાસે કરિયાણા, ફુટવેર અને લેડીઝ મટીરીયલ્સની દુકાન આવેલ છે. જ્યાં ગટરની લાઈનની દિવાલના ભાગ તુટી પડયો હતો. જેને લઈ દુકાનોની દિવાલને પણ નુકશાન થયું હતું. મોડી રાત્રીના બનાવ હોવાથી જાનહાનિ થવા પામી ન હતી. શહેરા ભાગોળ અંડરપાસની દિવાલ ધારાશાહિ થતાંં અંડરપાસની કામગીરી કરતાં કોન્ટ્રાકટર દ્વારા ત્રણેય દુકાનો પાસેનો રસ્તો રાહદારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યો.
બોકસ: પંંચમહાલ જીલ્લામાં નોંધાયેલ વરસાદી આંકડા…
શહેરા- 44 મી.મી.
મોરવા(હ)-30 મી.મી.
ગોધરા – 50 મી.મી.
કાલોલ – 00 મી.મી.
ધોધંબા – 2 મી.મી.
હાલોલ – 48 મી.મી.
જાંબુધોડા – 00 મી.મી.