ટેક્સ ભરવામાં ધોની નં. ૧,આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ કરે છે અધધ કમાણી કરી રહ્યો છે

મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઘણા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે તે માત્ર આઇપીએલમાં જ સક્રિય છે. તેમ છતાં તેની કમાણી જબરદસ્ત રહે છે.

જેનો અંદાજ તેના દ્વારા ચૂકવવામાં આવેલા ટેક્સ પરથી લગાવી શકાય છે. મહેન્દ્ર સિંહ ધોની વર્ષોથી ઝારખંડ રાજ્યના સૌથી મોટા કરદાતા રહ્યા છે. ઝારખંડ એક ઔદ્યોગિક-વ્યવસાયિક રાજ્ય છે. પરંતુ આ પછી પણ મહેન્દ્ર સિંહ ધોની ઘણા વર્ષોથી આવકવેરો ભરવામાં સમગ્ર ઝારખંડમાં પ્રથમ સ્થાને છે.

એક રિપોર્ટમાં ઈક્ધમ ટેક્સ વિભાગને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોની વર્તમાન મૂલ્યાંકન વર્ષમાં પણ નંબર ૧ છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે પણ ધોનીએ રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તેની કમાણી પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. આવકવેરા વિભાગને આપવામાં આવેલા એડવાન્સ ટેક્સ પર નજર કરીએ તો તેમની કમાણી લગભગ જૂના સ્તરે છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા નાણાકીય વર્ષ માટે ૩૮ કરોડ રૂપિયાનો એડવાન્સ ઇક્ધમ ટેક્સ જમા કરાવ્યો છે. આના એક વર્ષ પહેલા તેણે આટલી જ રકમ જમા કરાવી હતી, જ્યારે ૨૦૨૦-૨૧માં તેણે ૩૦ કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો. જો ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ દરમિયાન ચૂકવવામાં આવેલા એડવાન્સ ઇક્ધમ ટેક્સના આંકડા પર નજર કરીએ તો તેની કમાણી ૧૩૦ કરોડ રૂપિયાની આસપાસ છે.

મહેન્દ્ર સિંહ ધોનીની આ કમાણીનું રહસ્ય એ હકીક્તમાં છુપાયેલું છે કે ક્રિકેટના મેદાનની જેમ તે બિઝનેસ અને રોકાણના મેદાન પર પણ બેટિંગ કરી રહ્યો છે. તેણે ઘણી ઉભરતી કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.ધોનીના પોર્ટફોલિયોમાં ડ્રોન કંપની ગરુડ એરોસ્પેસ, ઇન્ટિરિયર ડેકોરેશન કંપની હોમલેન, ફિનટેક કંપની ખાટાબુક, કાર્સ૨૪, વપરાયેલી કાર ટ્રેડિંગ કંપનીનો સમાવેશ થાય છે.

આ સિવાય તેણે સેવન નામની ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ શરૂ કરી છે. ધોની કંપનીની ફૂટવેર બ્રાન્ડ માસ્ટરસ્ટ્રોકમાં સંપૂર્ણ હિસ્સો ધરાવે છે. ધોની ફૂડ એન્ડ બેવરેજીસ સ્ટાર્ટઅપ ૭ ઇક્ધ બ્રુઝમાં પણ શેરહોલ્ડર છે. રન એડમ એક ટેક કંપની છે જે ખેલાડીઓને તેમની કુશળતા વધારવામાં મદદ કરે છે, તે પણ ધોનીના રોકાણ પોર્ટફોલિયોમાં સામેલ છે.ધોની રાંચીમાં હોટલ ચલાવે છે અને ખેતીમાં પણ હાથ અજમાવે છે. રાંચી પાસે તેનું પોતાનું મોટું ફાર્મહાઉસ છે, જેની તસવીરો વારંવાર વાયરલ થતી રહે છે.