ગોધરા, ગોધરા શહેરના વેજલપુર રોડ પર આવેલી વચલા ઓઢા મુસ્લિમ એ સોસાયટીમાં રહેતા ઇસ્માઇલ ભોચું ગત 3 તારીખે રાત્રીના અરસામાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ નવી ચાલી પાસે ગયા હતા. જે અરસામાં ફેસલ મોહમ્મદ હાજી ચૂરમલી, સલમાન ઈલ્યાસ મુલ્લાં અને ઝેદ હનીફ પિરખા આવ્યા હતા. જે પૈકીના ફેસલ મોહમ્મદ હાજી ચૂરમલીએ ઇસ્માઇલને જણાવ્યું હતું કે, તે મારી સ્માર્ટવોચ પહેરવા માટે લીધી હોય તો તે મને પાછી આપી દે, નહિ તો તેના પૈસા મને આપી દે, જેના પ્રત્યુત્તરમાં ઈસ્માઈલએ જણાવ્યું હતું કે,મે તારી સ્માર્ટવોચ લીધી નથી તેમ જણાવતા ફેસલ મોહમ્મદ હાજી ચૂરમલી ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને હાથમાં રહેલી લાકડી ઇસ્માઇલને મારી દીધી હતી. તેમજ અન્ય બે ઈસમો દ્વારા પણ ઈસ્માઈલને ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.