ગોધરા, ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલ ઉન્નતિ સ્કૂલની બાજુમાં રહેતા જીજ્ઞેશ રાજેન્દ્રકુમાર સોનીએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના ઘર નીચે જ તેઓનું ટુ-વ્હીલર રીપેરીંગ ગેરેજ આવેલું છે. ત્યારે ગત 28 તારીખે રાત્રીના સમયે તેઓએ પોતાના ગેરેજ બહાર એક બાઇક સ્ટેરીંગ લોક કરીને પાર્ક કરી હતી. જેની અજાણ્યા ઈસમે બાઈકનું સ્ટેરીંગ લોક તોડીને રાત્રીના સમયે ઉઠાંતરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે બાઈકચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.