શહેરા, શહેરા તાલુકાના વાધજીપુર ગામ પાસે લોખંડના સળીયા ટ્રેકટરમાંં ભરતા હોય દરમિયાન સળીયો વિજળીના તાર સામે અટકી જતાં કરંટ લાગતા સારવાર દરમિયાન 46 વર્ષીય વ્યકિતનુંં મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના વાધજીપુર ગામ પાસે દિનેશભાઈ પર્વતભાઈ બારીયા ઉ.વ.46 જે લોખંડના સળીયા ટ્રેકટરમાં ભરતો હતો. દરમિયાન ભુલથી સળીયો અચાનક વિજળીના તારને અડી જતાં દિનેશભાઈને કરંટ લાગતાં સારવાર અર્થે ખસેડવામાં આવતાંં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.