મહિસાગર, રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મહીસાગર દ્વારા સંચાલીત તાલુકા કક્ષા યુવા ઉત્સવ 2023-24 ના ફોર્મ જે તે લાગુ પડતા તાલુકા ક્ધવીનરને સંપૂર્ણ વિગત ભરી જમા કરવાની છેલ્લી તારીખ 21-જુલાઇ-2023 છે.
આ સ્પર્ધામાં 15 વર્ષથી ઉપર અને 20 વર્ષ સુધીના વિભાગ અ (31/12/2003 થી 31/12/2008 વચ્ચે જન્મેલા), 20 વર્ષથી ઉપર અને 29 વર્ષ સુધીના વિભાગબ (31/12/1994 થી 30/12/2003 વચ્ચે જન્મેલા)તથા 15 વર્ષ થી ઉપરના અને 29 વર્ષ સુધીના ખુલ્લા વિભાગમાં (31/12/1994 થી 31/12/2008 વચ્ચે જન્મેલા)ભાગ લઇ શકશે.
આ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય હિંદુસ્તાની, ભરતનાટ્યમ તથા કથ્થક આમ કુલ 9 સ્પર્ધાઓ અ તથા બ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલશાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ 5 સ્પર્ધાઓ માત્ર બ વિભાગ માટે યોજાશે. જ્યારે, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીતકર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એમ 19 સ્પર્ધાઓ ખુલ્લા વિભાગમાં યોજાશે.
તાલુકાકક્ષા, જીલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનુંફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી ફક્ત જીલ્લાકક્ષાના ફોર્મ તા.08-08-2023 સુધીમાં ક્ચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.212, 2જો માળ, કલેકટર કચેરી, લુણાવાડા, જી-મહીસાગર ખાતે જમાં કરવાના રહેશે.તા.08-08-2023 પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી.આમ જીલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.