કાલોલ, 04/07/2023 ને મંગળવારના રોજ કાલોલ તાલુકાના અડાદરા ગામે એક કુવામાં પંદરેક દિવસથી ભૂંડ અને નાગ બંને પડ્યા હતા. આની જાણ ગામના જાગૃત નાગરીક વિરલભાઈ જાદવે કાલોલના RFO એમ.એમ.પરમાર ને જાણ કરતા તેમને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સના પ્રમુખ પ્રહલાદસિંહ પરમારને જાણ કરતા સત્વરે રેસ્ક્યુ ટીમ મોકલી આપી હતી. ટીમના સભ્યો રાજુભાઈ, મેહુલભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ અને સંજયભાઈ સાથે રહી ત્રણ કલાકની ભારે જહેમત બાદ બન્ને જીવને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને માનવ વસવાટથી દૂર સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ RFOના માર્ગદર્શન હેઠળ અડાદરા ગામે નાનો એવો અવેરનેસ પ્રોગ્રામ પણ કર્યો હતો. જેમાં રાજુભાઈ અને મેહુલભાઈ દ્વારા વિવિધ સાપો વિશેની સમજ આપવામાં આવી હતી અને સાપ અને માનવી વચ્ચેનું ઘર્ષણ કેવી રીતે અટકાવી શકાય તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.