ફતેપુરાના સુખસર શાળામાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થીને યુવાને રોકી બાઈક ઉપર ફેરવી દુષ્કર્મ આચરી અશ્ર્લીલ વિડીયો ઉતારી વાયરલ કરતાં ફરિયાદ.

દાહોદ, દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ક્ધયા શાળાનાં ભણવા સારૂ પોતાના ઘરેથી ચાલતી આવતી આફવલા ગામની માળી ફળિયાની વિદ્યાર્થીને બચકરીય ગામના યુવાને રસ્તામાં રોકી તું મને ગમે છે અને મારે તારી સાથે લગ્ન કરાવે છે, તેમ કહી ધમકી આપી મોટરસાઈકલ પર બેસાડી ઘરે લઇ જઇ શારીરીક છેડતી કરી અવારનવાર દુષ્કર્મ આચરી તેણીની જાણ બહાર અશ્લીલ વિડીયો ક્લીપ તથા ફોટા મોબાઈલમાં લઇ શારીરીક શોષણ કરવાના ઇરાદે વાયરલ કર્યાનું જાણવા મળેલ છે.

ફતેપુરાના આફવા ગામના માળી ફળિયામાં રહેતી અને સુખસર ક્ધયા શાળામાં ભણતી છોકરી તા. 29.7.2022ના રોજ ક્ધયા શાળામાં ભણવા સારૂ ઘરેથી ચાલતી આવતી હતી. તે દરમ્યાન રસ્તામાં સુખસર ગામે તેણીને બચકરીયા ગામના નિકુલભાઈ રમેશભાઈ ડામોર નામના યુવાને રસ્તામાં રોકી તું મને ગમે છે અને મને તારી સાથે લગ્ન કરાવે છે, તેમ કહી ધાક ધમકી આપી પોતાની મો.સાયકલ પર બેસાડી ઘરે લઇ જઇ શારીરીક છેડતી કરી તે છોકરી વિરોધ કરતા છોકરીને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી તા. 26.6.2023 સુધીના સમય બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી તે છોકરીને જાણ બહાર અશ્લીલ વિડીયો ક્લીપ મોબાઈલમાં લઇ શારીરીક શોષણ કરવાનાં ઇરાદે તે અભદ્ર ફોટા તથા અશ્લીલ વિડીયો ક્લીપ વાયરલ કરી બદનામ કરી હતી.

આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ પિડીતાએ સુખસર પોલીસ સ્ટેસને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે બચકરીયા ગામના યુવાન નિકલુભાઈ રમેશભાઈ ડામોર વિરૂદ્ધ ઇપીકોક 376,2 એન, 344(સી) 292(ક), 506(2) તથા ઈટીસી એક્ટ કલમ 66 ઇ, 67, 67 એ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.