દાહોદ, દાહોદ જીલ્લામાં અગામી ધોરણ 10 અને 12 ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભમાં પરીક્ષા સમિતીની બેઠક જીલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ જીલ્લા સેવા સદન દાહોદ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જીલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે અગામી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભય પણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. જીલ્લા શિક્ષણાધિકારી એસ.એચ.મેડાએ પૂરક પરીક્ષા અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, આગામી દાહોદ જીલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓ તારીખ 10 થી તારીખ 14 જૂલાઇ સુધી પરીક્ષાઓ યોજાશે. ઉપરાંત જીલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા જીલ્લાના દાહોદ કેન્દ્રના 23 પરીક્ષા સ્થળ પર યોજાશે. અને ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષા દાહોદ જીલ્લાના 10 કેન્દ્રોમાં પરીક્ષા પર લેવામાં આવશે. ધોરણ 12 ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા દાહોદ જીલ્લાના 02 કેન્દ્રના પરીક્ષા સ્થળ ઉપર લેવાશે.
પૂરક પરીક્ષામાં ધોરણ 10ના 6900 વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં 2790 અને ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહમાં 300 વિધાર્થીઓ પરીક્ષા આપશે. એમ મળી કુલ 9990 વિધાર્થીઓ પરીક્ષામાં આપશે.
બેઠકમાં પરીક્ષાના સંપૂર્ણ આયોજન, કાયદો અને વ્યવસ્થા, વિધાર્થીઓ પરીક્ષા સ્થલે સમય સર પહોંચી શકે તે માટે બસની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, પરીક્ષા સેન્ટરોની આસપાસ ઝેરોક્ષ બંધ રાખવા વગેરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીલેશ મુનિયા, સહિત અધિકારી ઓ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.