દાહોદ, દાહોદ શહેરની જનની હોસ્પિટલ ખાતે રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના સહયોગ થી સેવાભાવી, જરૂરિયાતમંદોને મદદરૂપ, ગરીબ જનતા માટે સહાયરૂપ બનતા ડોકટર ડે એ ડોકટરોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના પેરા લિગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકીએ ડો. કલસિંહ ડામોર, ડો.કલ્પેશ બારીયા, ડો.અશ્ર્વિન શુક્લા, ડો.અમરસિંહ ચૌહાણ, ડો.અકીલ મલેક, ડો.અબ્બાસ પેટલાવદ, ડો.મેહુલ પરમારને પુષ્પમાળા અને પ્રશસ્તિ પત્રો અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
ડો. કલસીંહ ડામોરે ડોકટર ડે એ કહ્યું હતું કે, સન્માન કરવા બદલ સૌ શુભચિંતકોનો આભાર માનીએ છીએ અને આજના આ દિવસે અમારૂં સન્માન થયું તે માટે અમે વધુ સારી રીતે લોકોની સેવા કરવા ઊર્જા પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમની તમામ વ્યવસ્થા, આયોજન રતનસિંહ બામણિયા અને પ્રદીપ રાઠોડ દ્વારા કરાઇ હતી.