ફતેપુરામાં દુકાનની સિલકના પાંચ લાખ લઈ ધરે જતા વેપારી લુંટાયો

ફતેપુરા, ફતેપુરામાં કરિયાણાની દુકાનની સિલકના 5 લાખ લઈને ધરે જતા વેપારીને રસ્તામાં આંતરીને બાઈક સવાર લુંટારૂઓએ હુમલો કરીને લુંટ ચલાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફતેપુરા પોલીસ લાઈન રોડ પર કરિયાણાની હોલસેલ અને રિટેલ દુકાન ધરાવતા વેપારી અનીલકુમાર મહાવીર પ્રસાદ અગ્રવાલ દુકાન બંધ કરી સિલક લઈ ધરે જઈ રહ્યા હતા ત્યારે અનીલકુમારનો પીછો કરતા બાઈક સવાર લુંટારૂઓએ તેમના ધરથી 100 મીટર દુર તેમને આંતરી બાઈક પર લટકાવેલ 5 લાખ ભરેલ થેલો ઝુંટવાનો પ્રયાસ કરતા લુંટારૂઓ સહિત પડી ગયા હતા. બાઈક પરથી પટકાયેલ અનીલકુમાર ધાયલ થયા હતા. આ વખતે લુંટારૂ તેમને મારવા ધસી આવતા અનીલકુમાર ભાગી છુટ્યા હતા. લુંટારૂ પાંચ લાખ ભરેલ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ધટના અંગે અનીલાભાઈના માતા મીનાબેન અગ્રવાલે ફતેપુરા પોલીસ મથકે લેખિત અરજી આપી હતી. આ ધટના મામલે ફતેપુરા પોલીસે લુંટ સંબંધિ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.