હાલોલ, હાલોલ તાલુકાના ચંદ્રાપુરામાં રહેતા પ્રવિણ પટેલનો દિકરો કેતન વડોદરા પત્નિ સાથે રહે છે. અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ચંદ્રાપુરામાં આવતા હતા. તા.3 જુલાઈના રાતના કેતન મિત્રની કાર લઈ ચંદ્રાપુરા આવ્યા હતા. ત્યાં પિતાને હું એકાદ કલાક પછી પાછો આવુ છુ કહી કાર લઈને નીકળ્યા હતા. દરમિયાન કઠલાલના લાડવેલ ચોકડી પર આવલી હોટલના માલિક માનસિંગ યાદવને ફોન કરી આવુ છુ કહેતા તેને તેની હોટલ પર નોકરી કરતા લુણાવાડા તાલુકાના વરઘરી ગામના ફરહાનબીબીને લેતા આવવા જણાવ્યુ હતુ. આ બાદ બંને હોટલ પર આવવા નીકળ્યા હતા. અમદાવાદ-ઈન્દોૈર હાઈવે રોડ પરના બૈડપ ચોકડી પાસેના મીરા ઢાબા નજીક કેતને કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ સામેની સાઈડે ગટરમાં ફેંકાઈ હતી. તે સમયે કાર ચાલક કેતન કારમાંથી ફેંકાઈ જતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. ફરહાનબીની મુસ્તુફામીયાં સૈયદને શરીરે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે સેવાલિયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંઘ્યો હતો.