- શહેરા તાલુકામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ
- હાલોલ-પાવાગઢમાં આજે ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ.
- હાલોલ તળાવ ઓવરફલો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.
ગોધરા,
પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જીલ્લામાં શનિવારના દિવસ દરમ્યાન પડેલા વરસાદમાં સૌથી વધુ શહેરમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં ૪ ઈંચ વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા હતા સાથે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શનિ અને રવિવારના રોજ જીલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો છે. અવિરત પડી રહેલા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. પરીણામે નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે. શનિવારના રોજ શહેરા તાલુકમાં ૪ ઈંચ જેટલો ધમાકેદાર વરસાદ વરસ્યોો છે. જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થવા પામી છે.
ગોધરા શહેરમાં ધીમીધારે પડેલ વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. હાલોલ તાલુકામાં પડેલ વરસાદને લઈને શહેરની મધ્યમાં આવેલ તળાવમાં નવા પાણીની આવક થતાં તળાવ ઓવરફલો થયુું છે. તળાવ ઓવરફલો થતાં હાલોલ પાવાગઢ માર્ગ ઉપરના વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તળાવનંું પાણી ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારોમાં ધરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થવા પામી છે. પંચમહાલ જીલ્લામાં અવિરત પડી રહેલા વરસાદને લઈ તંત્ર દ્વારા સ્થિતી ઉપર નજર રાખવામાં આવી રહી છે. ગોધરા શહેરમાં અવિરત વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું.
પંચમહાલ જીલ્લાના હડફ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ૪૮૦૦ કયુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાવળી રાખવા માટે હડફ ડેમ માંથી ૨૮૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલોલ તાલુકામાં આજરોજ ૩ કલાકમાં હાલોલ અને પાવાગઢમાં ૩ ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા.
પંચમહાલ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડાઓ…
- ગોધરા ૧.૫ ઇંચ ૫૮૬ મીમી
- કાલોલ ૧૩ મીમી ૪૭૭ મીમી
- હાલોલ ૨૧ મીમી ૮૮૦ મીમી
- જાંબુધોડા ૦૨ ઈંચ ૯૫૭ મીમ
- ઘોઘંબા ૨૯ મીમી ૫૮૭ મીમી
- શહેરા ૦૪ ઈંચ ૫૮૩ મીમી
- મોરવા(હ) ૦૨ ઈંચ ૪૮૫ મીમી.