અમદાવાદ, અમદાવાદમાં એએમટીએસ બસની અડફેટે એકનું વૃદ્ધ મોત થયું છે. જે બાદ ચાલક બસ મૂકીને જ ફરાર થઇ ગયો છે. અકસ્માત બાદ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના શાહપુર ચાર રસ્તા પાસે એએમટીએસ બસે વૃદ્ધને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજ્યુ છે. આ ગોઝારો અકસ્માત કર્યા પછી બલ ચાલક ફરાર થઇ ગયો છે.આ અકસ્માત બાદ આસપાસથી પણ લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા. આ વૃદ્ધના પરિવારને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે.
હાલ પોલીસ ફરાર બસ ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત જ્યાં થયું છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને પણ પોલીસ આ ફરાર ચાલકની શોધખોળ કરશે.
એએમટીએસની બસોના છેલ્લા ૧૦ વર્ષમાં ૨૪૦૭ અકસ્માત થયા છે. જેમાં ૫૫ લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તે જ રીતે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચાલન કરતી બસ દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૪૮૭૬ અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ૧૧૬ લોકો મોતને ભેટ્યા છે. વર્ષ ૨૦૨૦/૨૧ માં ૦૬ અકસ્માત , ૦૧ ફેટલ અકસ્માત થયા, વર્ષ ૨૦૨૧/૨૨ માં ૦૮ અકસ્માત, ૦૦ ફેટલ અકસ્માત થયા અને વર્ષ ૨૦૨૨/૨૩ જાન્યુઆરી સુધી એક અકસ્માત અને ૦૦ ફેટલ અકસ્માત થયા છે.
આ સાથે ખાનગી ઓપરેટી બસ અકસ્માત જોઇએ તો વર્ષ ૨૦૨/૨૩ જાન્યુઆરી સુધી ૨૪૦ અકસ્માત જેમા ૦૯ ફેટલ અકસ્માત, વર્ષ ૨૦૨૧/૨૨ માં ૧૫૫ અકસ્માતમાં ૦૮ ફેટલ અકસ્માત થયા છે.