ઇમ્ફાલ, મણિપુરમાં હિંસાની જ્વાળાઓ અટકવાનું નામ નથી લઈ રહી. દરમિયાન, મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં બંદૂકધારીઓ સાથે ગોળીબારમાં ઓછામાં ઓછા ૪ લોકો માર્યા ગયા છે અને ૫ ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા ખોઇજુમંતાબી તે વિસ્તારની રક્ષા કરતા હતા. જ્યાં ગામમાં એક કામચલાઉ બંકર બનાવવામાં આવ્યું હતું. જ્યારે, યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશન, બે મુખ્ય કુકી સંગઠનોએ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં નેશનલ હાઈવે-૨ ખોલ્યો છે.
યુપીએફના પ્રવક્તા એરોન કિપજેન અને કેએનઓના પ્રવક્તા સેલેન હોકીપે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુરમાં શાંતિ અને સૌહાર્દની પુન:સ્થાપના અને લોકોના જીવનમાં સામાન્યતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીના વિચારોને ધ્યાનમાં રાખીને યુનાઈટેડ પીપલ્સ ફ્રન્ટ અને કુકી નેશનલ ઓર્ગેનાઈઝેશને નેશનલ હાઈવે-૨ પર કાંગુઈ (કાંગપોકપી) ખાતેના નાકાબંધીને તાત્કાલિક દૂર કરવાનો નણય લીધો છે.
તેમનું કહેવું છે કે, રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો સુનિશ્ર્ચિત કરવા માટે આ નણય લેવામાં આવ્યો છે. અનેક પ્રસંગોએ નાગરિક સમાજના સંગઠનો, ગામના આગેવાનો, યુવા અને મહિલા આગેવાનો સાથે વ્યાપક પરામર્શ કર્યા બાદ આ નણય લેવામાં આવ્યો હતો. હકીક્તમાં, મણિપુરમાં ૩ મેના રોજ ફાટી નીકળેલી હિંસા પછી, કુકી સંગઠનોએ દ્ગૐ-૨ ને બ્લોક કરી દીધો હતો અને મેના અંતમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પછી તેને અસ્થાયી રૂપે ખોલવામાં આવ્યો હતો.
ગુવાહાટીમાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે યુપીએફ કેએનઓ અને અન્ય કુકી જૂથોની તાજેતરની બેઠક પછી લેવામાં આવ્યો હતો. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રવિવારે ગોળીબારના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. પૂર્વોત્તર રાજ્યમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચેના વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની વસ્તીના લગભગ ૫૩ ટકા મેઈતેઈ જાતિના લોકો છે. આ લોકો મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી જાતિમાં આવતા નાગા અને કુકી જ્ઞાતિના લોકો વસ્તીના ૪૦ ટકા જેટલા થાય છે.તેઓ મોટાભાગે પહાડી વિસ્તારમાં આવેલ જિલ્લાઓમાં રહે છે.