હરીદ્વાર, ધર્મનગરી હરિદ્વાર બમ બમ ભોલેના નાદતી કાંવડ યાત્રા આજથી વિધીવત શરૂ થઈ ગઈ છે.કાંવડ યાત્રીઓ સોમવારથી જ ગંગાજલ લેવા હરીદ્વાર પહોંચી ગયા હતા. શરૂઆતમાં એક સપ્તાહ કાંવડ યાત્રા રહેશે અને ૧૦ જુલાઈ બાદ ડાક કાવંડ યાત્રા શરૂ થશે.ડાક કાવંડમાં વાહનોથી કાંવડ યાત્રી મોટી મોટી કાંવડ લઈને ગંગાજલ લેવા માટે હરીદ્વાર પહોંચે છે.
કાંવડ યાત્રીઓએ પોતાનું ઓળખપત્ર સાથે રાખવુ પડશે. ૧૨ ફૂટથી ઉંચી કાંવડ લાવવા પર રોક રહેશે. ભારે વાહનોને શહેરમાં પ્રવેશ નહી અપાય સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાશે.