બેલ્જિયમમાં લોકોની ધર્મમાં આસ્થા ઘટી જતા સરકારે અનેક ચર્ચને હોટેલ, સુપરમાર્કેટ અને ડિસ્કોમાં ફેરવી દીધાં

બેલ્જિયમ, બેલ્જિયમમાં સાતમી સદીથી ખ્રિસ્તી ધર્મને પાળવામાં આવે છે. અહીં ઘણા કેથેડ્રલ, ચર્ચ, કોન્વેન્ટ અને ચેપલ આવેલાં છે પરંતુ છેલ્લાં ૫૦ વર્ષમાં આ ચર્ચ, કેથેડ્રલમાં આવતા લોકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે.

૨૦૧૮ના એક અભ્યાસમાં જાણવ્યા મળ્યું હતું કે બેલ્જિયમમાં ૮૩% લોકોનું કહેવું છે કે તેઓ ખ્રિસ્તી ધર્મના છે, માત્ર ૫૫% હજુ પણ પોતાને ખ્રિસ્તી તરીકે માને છે. તેમાંથી માત્ર ૧૦% હજુ પણ નિયમિતપણે ચર્ચમાં જતા હતા. સરેરાશ દરેક ૩૦૦ નગરોમાં લગભગ છ ચર્ચ આવેલાં છે. ત્યારે આ ચર્ચમાં પ્રાર્થના કરવા આવતાં લોકોની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ ચર્ચની જાળવણી માટે ભંડોળની અછત પણ સર્જાઇ રહી છે. આસ્થાના વધતા જતા આ અભાવને કારણે અહીંની ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવી મુશ્કેલ બની છે. તેથી આ પડકારનો સામનો કરવા માટે પ્રશાસને આ તમામ ઇમારતોને હોટલ, સુપરમાર્કેટ, ડિસ્કો, કાફે વગેરેમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું છે.

બ્રસેલ્સની ઉત્તરે આવેલું મેકલેન શહેર બેલ્જિયમનું રોમન કેથોલિક કેન્દ્ર છે. તેમાં બે ડઝન જેટલાં ચર્ચ આવેલાં છે, જેમાંથી ઘણાં સેન્ટ રમ્બોલ્ડ કેથેડ્રલના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બેલફોય ટાવરની નજીક છે. અહીંના મેયર બાર્ટ સોમર્સ આ ઈમારતોને એક અલગ રૂપ આપવા માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. એન્ટવર્પના બિશપ જોહાન બોનીએ કહ્યું હતું કે ભૂતકાળમાં પાછા ફરવું શક્ય નથી.

અહીં ચર્ચના અંદરના ભાગને નષ્ટ કરીને આ પ્રકારના રૂમ બનાવાય છે. જેમાં બેડના હેડબોર્ડ ઓર્ગન પાઇપ જેવા છે. હોટલ મેનેજર એમિલી ડી પ્રિટરે કહ્યું કે અમે વારંવાર સાંભળીએ છીએ કે લોકો અહીં આરામ કરવા અને તેની પૂર્વ ઓળખની શાંતિનો આનંદ માણવા આવે છે.