વિસનગર, વિસનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે ખાસ મુલાકાત લીધી હતી. જેમાં આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ હોસ્પિટલમાં જે કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે ઓપરેશન થિયેટરમાં લાઈટ અંગે પણ જરૂરી સૂચનો કર્યા હતા. જે બાબતે મેડિકલ સ્ટાફ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો.
વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે અદ્યતન બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે. ત્યારે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી. જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પારુલબેન સહિત સ્ટાફ સાથે રહી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં જઈ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ હોસ્પિટલમાં ચાલી રહી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
વિસનગરમાં સિવિલ હોસ્પિટલમાં ખાસ મુલાકાત લીધા બાદ આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં પણ ઘણા સમયથી ચાલી રહેલી આટલી બધી આરોગ્યલક્ષી કામગીરી એના માટે ખાસ આવીને મુલાકાત લીધી હતી. એકંદરે સંતોષકારક રીતે ગાયનેકથી લઇ પીડિયાથી લઈને દરેક સ્પેશ્યલિસ્ટ સર્વિસ માં આપણી સિવિલ હોસ્પિટલ બહુ જ સારું કરી રહી છે. એવરેજ ૬૦૦થી ૭૦૦ જેવા માસિક ઓપીડી પણ અહીંયા નોંધાય છે અને આઇ.પી.ડી ૧૦૦ થી ૧૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. એકંદરે સિવિલ હોસ્પિટલ સમાજમાં એવું મનાય છે કે ગરીબોની હોસ્પિટલ, મધ્યમ વર્ગની હોસ્પિટલ પરતું એ હોસ્પિટલની અંદર સારામાં સારી સારવાર મળી રહે તે માટે સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે. નવા બાંધકામ, સ્ટાફ ક્વાર્ટર્સ, રેઇન બસેરા, વગેરે વગેરે અનેકવિધ ફેસિલિટીઓથી આજે આપણું વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધમધમાટ રીતે પ્રગતિના પંથે છે.