શાહરૂખ ખાનનું અમેરિકામાં થયું એક્સિડેન્ટ, વહેવા લાગ્યું લોહી, તાત્કાલિક સર્જરી કરાવી

મુંબઇ, બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન એક્સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, અને એક્ટર કામ માટે ઘણી જગ્યાએ ટ્રાવેલ પણ કરી રહ્યો છે. હાલમાં જ તે એક શૂટિંગ માટે યુએસ ગયો હતો. અને કથિત રીતે તેનો એક્સિડેન્ટ થયો છે. રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ અમેરિકામાં એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થયો અને તેના નાકમાં ઈજા થઈ.

આવી સ્થિતિમાં, લોસ એન્જલસમાં તેનું એક શૂટ કરતી વખતે તેને નાકમાં ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, ટીમે તરત જ એક્ટરના નાકમાંથી લોહી વહેવાને કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ પછી, તેણે રક્તસ્ત્રાવ બંધ કરવા માટે એક નાની સર્જરી પણ કરાવી. શાહરૂખની તબિયત હવે સારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને તે મુંબઈ પરત ફર્યો છે.

એક રિપોર્ટ અનુસાર, આ ઘટના બની ત્યારે શાહરૂખ એક પ્રોજેક્ટના શૂટિંગ માટે લોસ એન્જલસમાં હતો. રિપોર્ટ અનુસાર, એક્ટરની સર્જરી કરવામાં આવી હતી અને તેના નાક પર પટ્ટી બાંધવામાં આવી છે. ડોક્ટરોએ તેમની ટીમને એમ પણ કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તે નાની ઈજા છે.