અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં ફાયરિંગ, ૮ને લાગી ગોળી, ૪ના મોત

ફિલાડેલ્ફિયા, અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં ફાયરિંગની ઘટના બની છે. ૮ લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. ૮માંથી ૪ના મોત પણ થયા હોવાની માહિતી મળી છે.અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ગોળીબારની ભીષણ ઘટના સામે આવી છે. ફાયરિંગમાં ૮ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ૪ના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ગોળીબારની ભીષણ ઘટના સામે આવી છે. ફાયરિંગમાં ૮ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ૪ના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ફાયરિંગની ઘટના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા કાઉન્ટી (પ્રાંત)માં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલા શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગેઝીનથી સજ્જ હતો.જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને ગોળીઓના વધારાના મેગેઝીન જપ્ત કર્યા છે.

સામૂહિક ગોળીબારની ૫ ચોંકાવનારી ઘટનાઓ:

૧૮ જુલાઈએ અમેરિકાના ઈન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. સામૂહિક ગોળીબાર દરમિયાન ૧૦ લોકોને ગોળી વાગી હતી. જેમાંથી ૩ના મોત થયા હતા.

૧૧ જુલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ૫ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

૪ જુલાઈના રોજ અમેરિકામાં ૨૪૬મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં ૬ લોકોના મોત થયા. બીજા જ દિવસે, ૫ જુલાઈએ, ઇન્ડિયાનાના બ્રેઇન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે ૩ લોકોએ જીવ ગુમાવ્યો.

૧ જૂનના રોજ ઓક્લાહોમાના ટુલસામાં એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડિંગમાં ઘૂસીને ગોળીબાર કર્યો. આ ઘટનામાં ૪ લોકોના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી.

અમેરિકાના ટેક્સાસમાં ૧૫ મેના રોજ સૌથી ખતરનાક ઘટના પ્રકાશમાં આવી હતી.જ્યારે ઉવાલ્ડે શહેરમાં એક ૧૮ વર્ષના છોકરાએ સ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. જેમાં ૧૯ વિદ્યાર્થીઓ સહિત ૨૩ લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૩ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.