આવતા મહિને ઓછા થઈ જશે બીયરના ભાવ, નવી એક્સાઇઝ પોલીસીથી દારૂના ભાવ ઘટશે

ગરમીની સીઝનમાં ઠંડી બીયરનો શોખ રાખનારા લોકો માટે ઉત્તર પ્રદેશમાં સારા દિવસો આવવાના છે. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે સાથે ઉત્તર પ્રદેશમાં બીયરના ભાવ ઓછા થઈ જશે. તેનો સૌથી મોટો ફાયદો નોએડા, ગાઝિયાબાદના લોકોને થશે કેમ કે તેમને સસ્તો બીયર લેવા માટે દિલ્હી સુધી જવાની જરૂર નહીં હોય. 1 એપ્રિલથી ઉત્તર પ્રદેશમાં નવી આબકારી નીતિ લાગુ થઈ જશે. વર્ષ 2021-22 નાણાકીય વર્ષ માટે ઉત્તર પ્રદેશ માટે બિયરના ભાવ 18-20 ટકા ઓછા થઈ જશે.

તેનો મતલબ એ હશે કે બીયરના ભાવ લગભગ 20 રૂપિયા ઓછા થશે. હાલમાં ઉત્તર પ્રદેશમાં બીયરની 500 મિલીલીટરવાળી બોટલના ભાવ 130 રૂપિયા છે. 65 મિલીલીટરવાળી બોટલની કિંમત 170 રૂપિયા છે. બ્રાંડના હિસાબે કિંમતોમાં અંતર પણ છે, પરંતુ 130 રૂપિયાથી ઓછાની બાટલ અને 170 રૂપિયાથી ઓછાની કોઈ બોટલ નથી.ઓછી કિંમતના કારણે નોએડા અને ગાઝિયાબદના લોકો દિલ્હીથી બીયર ખરીદવાનું પસંદ કરે છે. આ કારણે ઉત્તર પ્રદેશમાં બીયર વિક્રેતાઓના માલનું વેચાણ થઈ શકતું નથી. સરકારનો પ્રયત્ન છે કે ભાવમાં ઘટાડો કરીને તસ્કરી પર રોક લગાવવામાં આવે.

બીયરની કિંમતોમાં ઘટાડા પાછળ સૌથી મોટું કારણ નવી આબકારી નીતિ માનવામાં આવી રહી છે. નવી આબકારી નીતિ મુજબ, હવે બીયર શોપ માટે દરેક વર્ષે લાઇસેન્સ નહીં લેવું પડે. એકવારમાં 3 વર્ષ માટે લાઇસન્સ જાહેર કરવામાં આવશે. એ સિવાય બીયરના લાઈસન્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. હવે બીયરના લાઇસન્સ આપવાની પ્રક્રિયા પૂરી રીતે ઓનલાઇન કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં બીયરની દુકાન માટે વેપારી 10 હજાર રૂપિયાની ફીસ જમા કરીને અરજી કરી શકે છે.

લકી ડ્રોમાં નામ નીકળવા પર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની દુકાનો માટે 70 હજાર, નગરપાલિકા વિસ્તારની દુકાનો માટે 60 હજાર અને નગર પંચાયત વિસ્તારની દુકાનો માટે 40 હજાર લાઇસન્સ ફી જમા કરાવવાની હોય છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે બીયરની લાઇસન્સ ફીમાં 15 ટકા, દેશી દારૂના લાઇસન્સ ફીમાં 10 ટકા અને વિદેશી દારૂના લાઇસન્સની ફીમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે આ વખતે દેશી અને વિદેશી દારૂની લાઇસનસ ફીમાં માત્ર સાઢા 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બીયરના લાઇસન્સ ફીમાં વધારો કરવામાં આવ્યો નથી.