સંંતરામપુર બાલમંંદિર ખાતે સંતરામપુર રાજવી પરિવાર સાથે ભાવનગરના યુવરાજે મુલાકાત લીધી

સંંતરામપુર,સંતરામપુર બાલમંદિર ખાતે સંતરામપુર રાજવી પરિવાર અને પરિવારના જમાઈ ભાવનગર યુવરાજ સંતરાપુર ના સો વર્ષ પુરાણા ઐતિહાસિક બાળમંદિર ખાતે પધારતા ટ્રસ્ટીઓએ સ્વાગત કરેલ હતું. ભાવનગર યુવરાજએ ટ્રસ્ટીઓ સાથે ઔપચારિક મુલાકાત કરી બાલમંદિર ટ્રસ્ટ વિશે જાણકારી મેળવી હતી. ભાવનગર સ્ટેટએ ગુજરાતમાં નહીં પરંતુ પુરા દેશમાં શિક્ષણ અને અન્ય બાબતોમાં ઘણું આગળ છે, તેમાં ભાવનગર રાજવી પરિવારનો મોટો સિંહ ફાળો રહેલો છે. સંતરામપુર રાજવી પરિવારે પણ શિક્ષણના હેતુથી બાલમંદિર તેમજ હાઈસ્કૂલ સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાવો મહાજનને સાથે રાખીને સંતરામપુરને આપેલી છે. આજ સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને સંતરામપુરના કેટલાય લોકો આગવી પદવી હાંસલ કરેલ છે. જેમાં હજુ ઉત્તરોતર પ્રગતિ થાય તે માટે સંતરામપુર રાજવી પરિવાર રસ દાખવી રહ્યું છે.