![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/07/IMG-20230704-WA0432-1024x498.jpg)
ગોધરા, હાલમાં જ વડોદરા ખાતે ક્યુબાટીક સંસ્થા દ્વારા લેવાયેલ રાજ્યસ્તરની ગાણિતિક સ્પર્ધામાં ગોધરાના 3- બાળકોએ પ્રથમ સ્થાન મેળવી ગોધરાનું ગૌરવ વધારેલ છે.
અત્યંત અઘરી ગણાતી આ સ્પર્ધા માં 8 મીનિટ માં 200 દાખલા ગણવાના હોય છે. ગોધરા થી 22 વિધાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે પૈકી ધૈર્ય કામનાની, જૈની ગાંધી તથા પ્રીતરાજ સીસોદીયાએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી શિક્ષણ ક્ષેત્રે ગોધરાનું ગૌરવ વધાર્યું છે. ઉપરાંત અર્પિત શાહ, વ્યોમ દૂબે અને હેત જામનાની એ બીજો ક્રમ તથા ધાની સાવલાનીએ ત્રીજો ક્રમાંક અને કલ્પ ગાંધી, ત્રિશા મુલચંદાનીએ ચોંથો ક્રમ મેળવી ઉત્તીર્ણ થયા છે. આ વિધાર્થીઓએ મેળવેલ ભવ્ય સફળતા બદલ એક ગોધરા શ્રેષ્ઠ ગોધરાના અધ્યક્ષ દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહન હેતુ ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.