વેજલપુર ગામમાં ગંદકી નું સામ્રાજ્ય ઠેરઠેર ગંદકી સ્વચ્છતા માં વેજલપુર ગ્રામ પંચાયત નિષ્ફળ

  • શું ઉપલા અધિકારીઓ વેજલપુર ગામની મુલાકાત લઇ ગામની ગંદકી દૂર કરી ગામને સ્વચ્છ અને સુંદર બનાવશે ખરા.
  • શું ઉપલા અધિકારીઓ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજનાને સાચા અર્થમાં સાબિત કરી વેજલપુર ગ્રામ પંચાયતને ભાનમાં લાવશે ખરા.
  • શું વેજલપુર ગામ સ્વચ્છ અને સુંદર બનશે ખરૂ કે પછી માત્ર કાગળ ઉપર ઘોડા દોડશે.

વેજલપુર, એક તરફ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ વિદેશોમાં ગુજરાતના વિકાસનો ડંકો વગાડી ગર્વ થી ગુજરાતની યોજના અને વિકાસની વાતો કરે છે અને ગર્વ થી કહે છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર રોજેરોજ નવી યોજનાઓ લાવે છે અને હર બે દિવસે એક નવી એપ ખોલવામાં આવે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમામ અધિકારીઓ આ તમામ યોજનાઓ માત્ર કાગળ ઉપર ઘોડા દોડાવી તમામ યોજનાઓ દેશવાસીઓ સુધી પહોંચાડવાના બદલે દેખાવ પૂરતી યોજનાઓ કાગળ ઉપર બતાવી દેશવાસીઓને વિકાસ થી વંચિત રાખવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો વેજલપુર ગ્રામ પંચાયતને સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અનેક વખત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં ધાર્મિક સ્થળો અને આખા ગામમાં વેજલપુર ગામમાં ઠેરઠેર ગંદકીના ઢગલાં જોવા મળે છે અને વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં એક પણ ડસ્ટબીન આજ દિન સુધી મુકવામાં આવ્યું નથી અને વેજલપુર ગ્રામ પંચાયત પાસે ટ્રેકટર હોવા છતાં રોજે રોજ કચરા કલેક્શન માટે ટ્રેક્ટરની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવતી નથી. જેથી ધાર્મિક સ્થળો અને વેજલપુર આખું ગામ ગંદકી થી ખદબદે છે અને સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા દેખાય રહયા છે. જેથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજના વેજલપુર ગામમાં માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે અને વેજલપુર ગામમાં સ્વચ્છતાનો અભાવ હોવાથી ગ્રામજનોમાં ખુલ્લો રોષ જોવા મળી રહયો છે. કારણ કે, ચોમાસાની ઋતુ હોવાથી વરસાદ પડતા ભયંકર ગંદકી ઢગલાઓ માંથી રહસ્ય ગંદકી દુર્ગંધ મારતા રોહિતવાસ, વાલ્મીક સમાજ, ભોઈવાડા, પટેલવાડા તેમજ મુસ્લિમ સમાજના લોકો ભયંકર ગંદકી પાસે થી પ્રસાર થતા નાક દબાવી મોઢે રૂમાલ ઢાંકી મજબૂરીમાં પ્રસાર થવું પડે છે અને ગામમાં ભયંકર ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત લોકોને સતાવી રહી છે.ે જેથી ઉપલી કક્ષાના અધિકારીઓ પોતાની ઓફીસ છોડી વેજલપુર ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે.