ગોધરા કનેલાવ તળાવ તાળ ઉપર ક્રિકેટ સટ્ટાનો ગુગલ કોમ ઉપર જુગાર રમાડતા ઈસમને ઝડપ્યો

ગોધરા, ગોધરા કનેલાવ તળાવ પાળ ઉપર કુટીર પાસે ઈસમ ગુગલ કોમ બ્રાઉઝરના આઈ.ડી. દ્વારા ક્રિકેટ સટ્ટાનો જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી આરોપી ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા કનેલાવ તળાવની પાળ ઉપર કુટીર પાસે કેયુબ બીપીનચંદ્ર સોલંકી ગુગલ કોમ બ્રાઉઝરની માસ્ટર આઈડી દ્વારા ક્રિકેટ સટ્ટા બેટીંગના હારજીતનો જુગાર રમાડતા હોય તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી આરોપી ઈસમને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડવામાં આવ્યો.