મોરવા(હ),મોરવા(હ) તાલુકાના ખાનપુર ગામે રહેતા 37 વર્ષીય યુવાનને ઝેરી જનાવર કરડી જતાં દવા સારવાર માટે ગોધરા સિવિલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના ખાનપુર ગામે રહેતા ગણપતસિંહ અમરસિંહ પગી ઉ.વ.37ને 3 જુલાઈના રોજ તેના ધરે ઝેરી સાપ કરડી ગયેલ હોય જેથી દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાંં ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યુંં.