સંતરામપુર,
સંતરામપુર નગરપાલિકા રહીશોની અરજીનો નિકાલ કરવામાં નિષ્ફળ સંતરામપુર નગરપાલિકામાં છેલ્લા છ માસથી કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી. નગરના કેટલાક પ્રશ્ર્નોને લઈને નગરપાલિકામાં સ્થાનિક રહીશો વારંવાર લેખિતમાં રજૂઆત કરે છે પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરની બેદરકારી જોવાઇ રહી છે. જે પણ વ્યક્તિ કોઈપણ સમસ્યાની લેખિતમાં રજુ લઈને રજૂઆતને જાય ત્યારે તમારૂ કામ થઈ જશે પરંતુ કોઈ કામ કરવામાં આવતું જ નહીં છેલ્લા છ માસથી સ્થાનિક રહીશોને કામગીરી કરવામાં આનાકાની કરી રહેલી છે.
સંતરામપુર નગરપાલિકાના વોર્ડ નંબર છ રજાનગર વિસ્તારમાં પાણીના નિકાલ માટેની ગટર લાઇન રીપેરીંગ અને જાડી નાખવા માટેની વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કરનાર વ્યક્તિ ઇરફાનભાઇ કોઠારી અને શબ્બીરભાઈ બગડવાના છેલ્લા છ માસથી આ કામગીરી માટે રજૂઆત કરી હતી પરંતુ આ કામગીરી ના થતા સ્થાનિક રહીશે અને નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિક રીતે સુવિધા માટે વોર્ડ નંબર છના રહી સો પોતાના ખર્ચે ગટર લાઇન રીપેરીંગ કરાવી હતી. આજ રીતે ગોધરા ભાગોળ વિસ્તારમાં ચાર રસ્તા ઉપર મુખ્ય લાઇનિંગ પાઇપલાઇન ખોદી નાખતાં છેલ્લા એક વર્ષથી અધૂરી કામગીરીથી છોડી દેવામાં આવેલી છે. આજ દિન સુધી તેની મરામત કરવામાં આવેલી જ નથી નગરપાલિકા નો વહીવટ દિનપ્રતિદિન વહીવટ ખાડે ગયેલો જોવાઇ રહ્યો છે. સંતરામપુર રાજ ઈલેક્ટ્રિકલ્સ સામે ગલીમાં જાડી નાખવા માટે છેલ્લા છ મહિનાથી સ્થાનિક રહીશોએ વારંવાર મૌખિક અને લેખિતમાં રજૂઆત કરવા છતાંય કામગીરી કરવામાં આવતી જ નથી નગરપાલિકાના ચીફ ઓફિસર સરકારી અધિકારી હોવા છતાંય છેલ્લા છ માસની અંદર નગરના પ્રજાની સમસ્યાનો નિકાલ કરવા તૈયાર જ હશે દિવસે દિવસે સંતરામપુર નગરપાલિકા નો વહીવટ બગડતો જાય છે કોઈ પણ સ્થાનિક લોકોના કામો થતાં જ નહીં સંતરામપુરના ચીફ ઓફિસર માત્ર એક જ જવાબ આપે છે અમારી પાસે બાંધકામ ખાતાના એન્જિનિયર નથી અને નાના પ્રશ્ર્નોની નિકાલ કરવા માટે એક જવાબ આવતા હોય છે કે ઠરાવમાં મૂકવું પડશે. સંતરામપુરની પ્રજાની કામગીરી કરવાના બદલે તમને ગેરમાર્ગે દોરે છે પરંતુ કામગીરી કરવામાં આવતી જશે જિલ્લા કલેકટર સી સંતરામપુર નગરપાલિકા ની મુલાકાત લે નગરના પ્રજાના કામોની અરજીનો નિકાલ થાય સંતરામપુર ના નગરજનો ઇચ્છી રહ્યા છે.