પંચમહાલ જીલ્લાની તમામ બેંક બંધ રહેતા કરોડોની લેવડદેવડ ઉપર બ્રેક: ગ્રાહકો પરેશાન

ગોધરા,
બેંકોના ખાનગી કરણ ના વિરોધ માં તા.૧૫ અને ૧૬ એમ બે દિવસની સમગ્ર દેશમાં તમામ બેંકો ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ બેન્ક કર્મીઓ દ્વારા પોતાનો સુર પુરાવતા હોય તેમ બે દિવસ બેંકો બંધ રહેવા પામી છે.જેના પરિણામે કરોડો રૂપિયા ની લેવડ દેવડ પર બ્રેક લાગતા સામાન્ય વ્યકતિ ની હાલત કફોડી થવા પામી છે.

ત્યારે પંચમહાલ જિલ્લાના નેશનલાઈઝ બેંકોના બેન્ક કર્મીઓ પણ બેંકોના ખાનગીકરણના વિરોધમાં હડતાળ પર ઉતરતા તા.૧૫ અને ૧૬ બેંકો બંધ રહેશે. જેને લઈ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બેન્ક કર્મીઓએ આજે બેન્ક બહાર બેનરો સાથે વિરોધ પ્રદર્શન જારી રાખ્યું હતું અને બેન્ક ની કામગીરી થી અળગા રહ્યા હતા. ત્યારે આ તમામ પરિસ્થિતિની વચ્ચે સામાન્ય વ્યકતિ ની હાલત કફોડી થવા પામી છે.જેના પરિણામે કરોડો રૂપિયાનું ટ્રાજેક્સન અટવાઈ જવા પામી હતી. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા ૧ ફેબ્રુઆરી ના રોજ કેન્દ્રીય બજેટ જાહેર કરતા સરકારના વિનિવેશકરણ પ્લાન અંતર્ગત જાહેર ક્ષેત્ર ની બે બેંકોનું ખાનગી કરણ ની જાહેરાત કરી હતી.જેને લઈ સમગ્ર દેશના બેન્ક કર્મીઓમાં આ મામલે નારાજગી જોવા મળી હતી.જેના પરિણામે બે દિવસ માટે બેન્ક કર્મીઓ દ્વારા બેંકોના ખાનગી કરણ ના વિરોધ માં પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને બેન્ક ની કામગીરી થી અળગા રહ્યા હતા.