સુરત,શહેરમાં સિટી બસની ટક્કરે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. અનુવ્રત પાસે BRTS રૂટ પર અકસ્માત થયો હતો. બાઈક સવાર ૩ યુવકો બીઆરટીએસ રૂટમાં ઘૂસ્યાં હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. યુવકો ટ્રાફિક પોલીસને જોઈને બીઆરએસ રૂટમાં પ્રવેશ્યા હતા. અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર થયો છે. અકસ્માતમાં ૧૮ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનામાં વેસુ પોલીસે સિટી બસચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, અનુવ્રત પાસે ૩ મિત્ર બાઈક પર સવાર હતા. તે દરમિયાન ટ્રાફિક પોલીસને જોઈ યુવાનો બીઆરટીએસ રૂટ બાઈક નાખી ભાગતા હતા. તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલી સીટી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સીટી બસ ચાલક રસ્તા બસ મૂકી ફરાર થઇ ગયો છે. અકસ્માતની ઘટનામાં ૧૮ વર્ષીય ફરીદ શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજ્તાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં વેસુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીટી બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ સિટી બસનો ચાલક ફરાર થયો છે. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.