ભુજ, રાપર તાલુકાના નાની રવ ગામે ઘરે આવેલ મહેમાનની ઘાતકી હત્યા થતાં ચકચાર મચી જવા પામી, ગાંધીધામથી મહેમાન ગતીએ યુવાનને બોલાવીને હત્યા કરાઈ, ગઈકાલે સાંજે ગાંધીધામથી સાથે આવેલ મિત્રો વચ્ચે કોઈ કારણોસર વિવાદ થતાં હત્યા કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે રાપર તાલુકામાં નાની રવ ગામે હત્યા થઇ જતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી,ગામમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર રાપરના નાની રવના ગામે સંબધીના ત્યાં ગાંધીધામથી મહેમાનને મહેમાનગતિ માટે બોલાવવામાં આવ્યો હતો. મહેમાન ગતિ માણયા બાદ કોઇ કારણસર મિત્રો વચ્ચે વિવાદ થતા પહેલા ઉગ્ર બોલાચાલી થઇ હતી ,બાદમાં આ બોલાચાલીએ મારામારીનો સ્વરૂપ ધારણ કર્યો હતો અને ગાંધીધામથી યુવાન રાપર આવ્યો હતો તેની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી દેવામાં આવી હતી.
નાની રવ ગામે મહેમનાની હત્યા થતાની જાણ પોલીસને થતા પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા આવ્યું હતું અને આ હત્યા અંગેની તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ ઘટના અગે હાલ સઘન તપાસ હાથ ધરી છે અને ગાંધીધામથી આવેલા યુવકના ઘરે જાણ કરી હતી અને કયાં કારણસર હત્યા કરવામાં આવી છે તેની તપાસ પોલીસ કરી રહી હતી.