તહેવાર પૂર્વે ગૃહિણીઓને મોટો ઝટકો : ફરી ઉછળ્યાં સિંગતેલના ભાવ.

  • સિંગતેલના ડબ્બામાં ફરી ભાવ વધારો
  • સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો
  • સિંગતેલ ડબ્બાનો ભાવ 2890 થયો

રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. સીગતેલના ભાવમાં ફરી વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2890 રૂપિયાએ પહોંચી ગયો છે.

ફરી એકવાર મોંઘવારીનો માર 
નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવે માઝા મૂકી હતી. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ ખોરવાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. જેથી સિંગતેલ ડબ્બાનો ભાવ 2890 થયો છે. 

કપાસિયા તેલનો ભાવ 1730 રૂપિયા થયો
આ ઉપરાંત કપાસિયા તેલનો ભાવ 1730 રૂપિયા થયો છે. જ્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1465 રૂપિયા થયો છે. શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે તેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે. તેલના વધતા જતા ભાવને લઈને ગરીબ અને મધ્મય વર્ગના લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  

એક જ મહિનામાં રૂ.150નો વધારો
જૂનની શરૂઆતમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2720 હતો અને જુલાઈની શરૂઆતમાં આ જ ડબ્બાનો ભાવ રૂ. 2870નો થયો છે. આમ એક જ મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂ.150થી વધુનો ભાવ વધારો થયો છે. તો આજે ફરી સિંગતેલના ભાવ વધતા ડબ્બાની કિંમત રૂ.2890એ પહોંચી ગઈ છે.