જેઠોલી ગામે કરૂણા સાગર મંદિરે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ યોજાયો

દાહોદ, જેઠોલી ખાતે પરમગુરૂં કરૂણા સાગર મંદિર ખાતે ગુરૂ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં ભાવિ ભક્તો દૂર દૂર થી એક દિવસ અગાવ આવી પહોચ્યા હતા. જેને લઇ સમગ્ર ગામના માણસો દ્વારા ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલી સવાર થી જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રી મહંત પરમ ગુરૂની અસીમ કૃપા અને પૂજ્ય શ્રીમંત ધરમપ્રિયદાસજીના પાવન સાનિધ્યમાં જેઠોલી ખાતે ભવ્ય થી પણ ભવ્ય મંદિરે આયોજન કરવા માં આવ્યું હતું. એક બાજુ કહેવત છે ગુરૂ વગરનું જીવન અધુરૂ છે.

જેઠોલી પ્રાથમિક શાળા તેમજ હાઇસ્કૂલના બાળકો પ્રોગ્રામમાં હાજર રહી ને ગુરૂ પ્રસાદી નો પણ લાભ લીધો હતો.

એક બાજુ જેઠોલી મુકામે ગુરૂ ધર્મપ્રિય દાસ આવ્યા પછી તો ગામની રોનક પણ બદલાઈ ગઈ તેને લઇ લોકોમાં અનોરો આનંદ જોવો મળે છે. ગુરૂ પૂર્ણિમા નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન મીનાક્ષીબેન સુરેશભાઈ (કાંતિભાઈ) તરફ થી કરવામાં આવ્યું હતું.