મુનપુર,આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. પરેશ પારેખ અને ડો. હિતેષ કુબાવતે ‘ગુરૂપૂર્ણિમા’ની ઉજવણી શા માટે ? તેનું સાંસ્કૃતિક મહત્ત્વ શું ? એ અંગે કાર્યક્રમોચિત ભૂમિકા બાંધી આપી.
ત્યારબાદ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કોલેજના તમામ અધ્યાપકોને કુમકુમ તિલક કરીને કોલેજ કેમ્પસની પ્રકૃતિમાંથી સ્વયં તૈયાર કરેલા પુષ્પગુચ્છ અર્પણ કરીને ગુરૂવંદના કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
ત્યારબાદ આજના કાર્યક્રમના અધ્યક્ષ અને કોલજના સન્ આચાર્ય ડો. એમ.કે.મહેતા સૌ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા. આ પ્રસંગે આચાર્યએ ‘ગુરૂ’ પદનો મહિમા સમજાવતા ગુરૂની નૈતિક અને સામાજીક જવાબદારી અંગેની સજાગતા અંગે પણ વાત મૂકી. સાહેબે જણાવ્યું કે દરેક વ્યક્તિના જીવનમાં પોતાના વ્યક્તિત્વના વિકાસમાં અને સફળતાઓમાં અનેક તબક્કે જુદી જુદી અનેક વ્યક્તિઓનો ફાળો રહેલો હોય છે, એટલે એ સૌને આ ક્ષણે યાદ કરીને એમના ઋણનો સ્વીકાર કરવો જોઈએ.
ત્યારબાદ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (1) ડામોર વર્ષાબેન લક્ષ્મણભાઈ-સેમ : 5, (2) ડામોર ઉષાબેન પર્વતભાઈ-સેમ : 3, (3) ડામોર ચતુરભાઈ કાળુંભાઈ-સેમ : 3, (4) ડામોર સુમિત્રાબેન વીરાભાઈ-સેમ : 5, (5) સેવક વૈભવીબેન સુરેશચંદ્ર-સેમ : 5 , એ ’ગુરૂમહિમા’ વિશે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતમાં સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. હિતેષ કુબાવતે કાર્યક્રમની આભારવિધિ સંપન્ન કરી. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન સંસ્કૃત વિભાગના અધ્યાપકો ડો. પરેશ પારેખ અને ડો. હિતેષ કુબાવતે કર્યું. આ કાર્યક્રમનું સુંદર અને આયોજનબદ્ધ સંચાલન સેમ-5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કૃપાલી સેવકે કર્યું.