જીવન જ્યોત વિદ્યાલય લીમડી ખાતે ગુરૂ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ

લીમડી, ગુરૂપૂર્ણિમાના પર્વ નિમિત્તે લીમડીમાં આવેલ જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ આર.એમ. દેવડા માધ્યમિક સ્કૂલના પટાંગણમાં ગુરૂપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મેનેજીંગ ડિરેક્ટર અમિતભાઈ દેવડા, અતિથિ વિશેષ આચાર્ય કંદર્પભાઈ તેમજ શાળાના આચાર્ય કુલદીપભાઈ મોરી, રીટાબેન પાટીલ, ઈશ્ર્વરભાઈ પટેલ તથા શાળામાં શિક્ષણ કાર્ય કરાવતા અને ગુરૂ સમાન એવા તમામ શિક્ષક મિત્રો તથા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાના મંદિરના દેવી માં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું અને તે બાદ શાળાના કે. જી. પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ પૂર્ણિમા દિવસ નિમિત્તનો મહિમા સમજાવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને ગુરૂ વિશે અનોખું જ્ઞાન આપ્યું હતું. તેની સાથે સાથે અતિથિ વિશેષ આચાર્ય કંદર્પભાઈ એ દિન વિશેષ મહિમા જણાવ્યું હતું અને આ દિવસ શા માટે મહર્ષિના યાદમાં ઉજવવામાં આવે છે, તેની માહિતી આપી હતી. શાળાના મેનેજર ડિરેક્ટ તથા શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને ગુરૂદક્ષિણા રૂપે એક ઉત્તમ નાગરિક બની રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, કરવા ઉત્તમ રીતે અભ્યાસ કરવા, તેમજ વ્યસન ના કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. તેમજ શાળામાં આજ તારીખ પછી અઠવાડિયામાં એક તાસ ધર્મનું જ્ઞાન મળી રહે તેવા અને વિદ્યાર્થીઓ ધાર્મિક જ્ઞાન કેળવે અને શીખે તેવાં હેતુથી આચાર્ય કંદર્પભાઈ ની નિમણૂક કરી દર અઠવાડિયે ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાન આપવાનું જણાવ્યું હતું. તે પછી માધ્યમિક વિભાગના શિક્ષકઓએ આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.