અમદાવાદના 8 વોર્ડમાં દુકાનો રાત્રીના 10 વાગ્યા પછી બંધ રાખવા આદેશ

રાજ્યમાં ચૂંટણી પછી કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસ વધતા સરકારની ચિંતામાં વધારો થયો છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ આ ચાર શહેરોમાં વધારે સ્પીડથી કેસ વધી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોનાનું સંક્રમણ કાબુમાં કરવા માટે ફરીથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. રાત્રીના સમયે અમદાવાદ મનપાના અધિકારીઓ દ્વારા જે રેસ્ટોરાં કે, હોટેલોમાં લોકોની ભીડ જોવા મળતી હતી,તે જગ્યાને બંધ કરવામાં આવતી હતી. ત્યારે હવે અમદાવાદ મનપાએ કકડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે. 

આ 8 વોર્ડમાં જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણીનગરનો સમાવેશ થાય છે.

આ તમામ વોર્ડમાં રેસ્ટોરાં, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણની દુકાન, કપડાની દુકાનમ પાન મસાલાની દુકાન, ગલ્લા, હેર સલૂન, સ્પા, જીમ અને ક્લબ રાત્રીના 10 વાગ્યા પછી બંધ કરવાના રહેશે. આ ઉપરાર મધ્યઝોનના ખાડિયા વિસ્તારમાં રાત્રી દરમિયાન ભરાતી માણેક ચોકની ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલ રાયપુર ખાણીપીણી બજાર પણ રાત્રીના 10 વાગ્યા પછી બંધ રાખવાની રહેશે.

પાલિકાએ પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોવિડના કેસોમાં વધારો થવાને લીધે અને તેના પર નિયંત્રણ લાવવા માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર તથા મુખ્ય માર્ગો પર કોરોના ટેસ્ટિંગ જેમ શહેરની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર તથા નિદાન માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી.

હાલમાં શહેરના લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વેક્સીન આપવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં કેસોનું એનાલિસિસ કરતા કોરોનાના કેસની સંખ્યામા વધારો જોવા મળ્યો છે.

સુરતમાં પણ 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અન્ય ધાર્મિક તહેવારો, રેલીઓના કાર્યક્રમો યોજાતા હોય છે. જેથી શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે તેવા આશયથી સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા તા.15/3/21 થી 29/03/2021 સુધી સુરત શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર ચાર કરતા વધારે માણસોએ ભેગા થવા, કોઈ સભા ભરવી કે બોલાવવી નહી તેમજ કોઈ સરધસ કાઢવા પર ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા સુરત પોલીસ કમિશનરેટના વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશનો તેમજ જયાં રોજે – રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્‍ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ માટે આવ્‍યા હોય તે સિવાયના અનઅધિકૃત લોકો કે લોકોની ટોળકી કે આવી કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્યક્તિઓ/ઇસમોના પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.