- “ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્ર્વર ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરૂવે નમ:”
લીમડી, તારીખ 3 જુલાઈ સોમવારના દિવસે શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકમિત્રો મળીને શાળામાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું. શાળાના આચાર્યા મિત્તલ શર્માની પરવાનગી મળતા સૌએ ભેગા મળીને શાળાના પટાંગણમાં સ્ટેજ બનાવી સરસ્વતી માતાના ફોટાને ફૂલોથી સુશોભિત કરીને દીવો, અગરબત્તી, અબીલ ગુલાલ મૂકવામાં આવ્યો હતો. આજની સવારના 8 કલાકે શાળાના આચાર્યા મિત્તલ એન શર્મા તેમજ ગૌરી વ્રત કરનાર બાલિકાઓ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યાર પછી શાળાના વિદ્યાર્થીઓને ગુરૂપૂર્ણિમાનું મહત્વ મોહિનીબેન તથા રશ્મિબેન દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે, અજ્ઞાનરૂપી અંધકાર માંથી જે જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે સાચા ગુરૂ આપણા સૌને સદ્દનસીબે સાચા ગુરૂ મળ્યા છે.