શહેરા તાલુકાના સહિત જીલ્લા ગુરૂ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી

શહેરા, શહેરા સહિત સમગ્ર જીલ્લાભર મા ગુરૂપૂર્ણિમા ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાલક્ષ્મી મંદિર ખાતે રંગ અવધૂત મહારાજના પાદુકા પૂજન સાથે પ્રસાદીનો લ્હાવો લીધો હતો. મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીંન થયેલ અમરગીરીજી મહારાજના દર્શન કરી ભાવિક ભક્તો એ ધન્યતા અનુભવી હતી. તાલુકા મા ઠેર ઠેર ગુરૂવંદના આરતી, ભજન કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

ભારતીય સંસ્ક્રુતિ મા તહેવારોને અનેરૂ મહત્વ છે, દરેક તહેવારની પાછળ કોઈને કોઈ મહત્વ છૂપાયેલુ હોય છે. જેમાં અષાઢ સુદને પૂનમના દિવસે ઉજવતા ગુરૂપૂર્ણિમાના તહેવાર પાછળ જીવનનું શિક્ષણ આપનાર ગુરૂ પ્રત્યે કૂતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરવાનો દિવસ છે. ત્યારે શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ગુરૂપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાવાસીઓ પોતાના ગુરૂના આશીર્વાદ લેવા માટે સવારથી જ ત્યાં પહોંચી ગયા હતા. પૂજા અર્ચન કરીને ગુરૂના આશીર્વાદ મેળવ્યા હતા. પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલિન થયેલ અમરગીરીજી મહારાજના દર્શન કરવા માટે સ્થાનિક જીલ્લા સહિત બહાર થી પણ ભાવિક ભક્તો આવ્યા હતા. અહીં આવેલા ભક્તોએ જનકગીરીજી મહારાજ અને શ્યામગીરીજી મહારાજની પણ પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે નગરમાં વર્ષો પૌરાણિક રાજ રાજેશ્ર્વરી માઁ મહાલક્ષ્મી મંદિર ખાતે રંગ અવધૂત મહારાજની પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આરતી અને ભજન કીર્તન સાથે મહાપ્રસાદીનો લ્હાવો ભાવિક ભક્તોએ લીધો હતો. મંદિર ખાતે આવેલ ભાવિક ભક્તો મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્ય ધન્ય થયા હતા. તાલુકા સહિત જીલ્લાભરમાં 100થી વધુ સ્થળે ગુરૂપૂર્ણિમાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી.