કાંકણપુર કોલેજમાં પ્રવેશોત્સવ અને ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ

કાંકણપુર, શ્રી જે.એલ.કે.કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ, કાંકણપુર ખાતે નૂતન વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોલેજના આચાર્ય ડો.જગદીશભાઈ પટેલે આરંભમાં આવકાર પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડો.એસ.બી.પટેલ, ડો.એ.યુ.લકુમ, ડો. એમ.સી. રાઠવા, ડો.સાબત પટેલ, તથા ડો.એસ.એસ. પટેલે વિદ્યાર્થીઓને વક્તવ્યદ્વારા શાબ્દિક આવકાર આપ્યો હતો. તેમાં સંચાલન ડો.કે.જી.ચંદાણાએ કર્યું હતું.

આ સાથે ગુરૂપૂર્ણિમા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ગુરૂ અને શિષ્ય વચ્ચેના સબંધ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડો.એસ.એસ. રખિયાણિયાએ કર્યું હતું. ડો.યુ.એસ.પટેલ, ડો.જે.એલ.પટેલ તથા પ્રા. મુસ્કાન શેખે ગુરૂમહિમા વિશે સંક્ષિપ્ત વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ નિ.પ્રિ. વિપુલભાઈ જે. શાહ એ ગુરૂપૂર્ણિમા નિમિત્તે ખૂબ જ હ્રદયસ્પર્શી વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને મંત્ર મુગ્ધ કર્યા હતાં. આભાર દર્શન જે.એલ.પટેલે કર્યું હતું.