દુકાનદાર દ્વારા થયેલ ઇ.એફ.આઇ.આર.ને મોબાઇલ સાથે ચોરને પકડી સરાહનીય કામગીરી કરતી લીમડી પોલીસ. લીમડી,
લીમડી વિસ્તારમાં એક દુકાનમાં કાઉન્ટર ઉપર થી મોબાઇલ ચોરી થયેલ હતો. વ્યાપારી દ્વારા ભારે શોધખોળ કરવા છતાંય મોબાઇલ ન મળતાં વ્યાપારી દ્વારા મોબાઇલ ચોરીની ફરિયાદ ઇ.એફ.આઇ.આર. દ્વારા કરવામાં આવી હતી. વ્યાપારી દ્વારા થયેલ ઇ.એફ.આઇ.આર. ને લીમડી નગરના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એફ. ડામોર દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. લીમડી પોલીસ દ્વારા ખાનગી બાતમીદારો તેમજ હ્યૂમન ઇન્ટેલિજન્સની મદદ દ્વારા ગણતરીના કલાકોમાં ચોરને મોબાઇલ સાથે ઝડપી પાડયો હતો.
મળેલ માહિતી મુજબ આરોપી રાકેશ કાળુ સંગાડા દુકાનદારની દુકાનમાં સારો સંબંધ હોવાથી અવારનવાર અવરજવર કરતો રહેતો હતો. પોલીસ દ્વારા કડક પૂછતાછ હાથ ધરાતા આરોપી દ્વારા ચોરીની કબૂલાત કરવામાં આવેલ હતી. આમ, લીમડી પોલીસને ગણતરીના કલાકોમાં મોબાઇલ ચોરીના આરોપીને ઝડપી સફળતા મેળવેલ છે.