ગોધરા જહુરપુરા શાકમાર્કેટમાં જુગાર રમતા ત્રણ જુગારીયાને પોલીસે ઝડપ્યા

ગોધરા, ગોધરા જહુરપુરા શાકમાર્કેટમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના જહુરપુરા શાકમાર્કેટ વિસ્તારમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અબ્દુલ હમીદ મોહમંદ ગુણીયા, શોએબ અબ્દુલ બોકડા, ઈમરાન ઈદ્રીશ પોલાને 520/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપ્યા.