ગોધરા તાલુકાના સારંગપુર ગામે પત્નીના આડા સંબંધના વ્હેમથી પતિ ગળું દબાવી હત્યા કરી.

ગોધરા, ગોધરા તાલુકાના સારંગપુર ગામે રહેતા આરોપીના લગ્ન મરણજનાર સાથે 2004માં થયેલ હોય બે બાળકો છે. મૃતકના કોઈ વ્યકિત સાથે આડા સંંબંધ હોય તેવા વ્હેમ રાખી 2 જુલાઈ નારોજ ગળું દબાવી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના સારંગપુર ગામે રહેતા આરોપી દિલીપ કાભયભાઈ નાયકના લગ્ન 2004માં પ્રેમીલાબેન સાથે થયેલ હોય લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ હોય પરંતુ દિલીપ નાયક જે પ્રેમીલાબેનને કોઈ વ્યકિત સાથે આડા સંબંધ હોવાનો વ્હેમ રાખતો હતો. તા. 2 જુલાઈના રોજ પોતાના ધરમાં દરવાજો ખુલ્લો કેમ છે. તે માટે જવાબ નહિ આપતાં બે ઝાપટ મારી ગળું બે હાથેથી દબાવીને મોત નિપજાવ્યુંં હતું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે જગદીશભાઈ નાયક દ્વારા દિલીપ નાયક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે 323, 302 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.