ગોધરા, ગોધરા શહેર નજીક હાઈવે રોડ ઉપર મોકાના સ્થળે કુબરા અલી અસગર બાલુવાની ખેતીની જમીન આવેલ હોય આ જમીન 2022 રજીસ્ટ્રર વેચાણ દસ્તાવેજથી પરિવારના સભ્યને રીયાઝ યુસુફી બાલુવાલાનને વેચાણ કરેલ હોય આ જમીનમાં વેચાણ આપનારનું નામ કમી કરી વેચાણ લેનારનું નામ નોંધ કરવા કાગળો તૈયાર કરી મામલતદાર કચેરીમાં મુકવામાં આવ્યા હતા.
ગોધરા શહેર નજીકની રજીસ્ટ્રાર વેચાણ દસ્તાવેજની જમીન ધારણકર્તાના નામની નોંધ દાખલ કરવા માટેની કાર્યવાહી દરમિયાન આ જમીન અગાઉ ગામ રેકર્ડ દાખલ થયેલ ફેરફાર નોંધની દાખલ થયેલ યુસુફ અબુલી શહેરાવાલા મુળ ખેડુત ખાતેદાર હોવા અંગેના પુરાવા રજુ થયેલ ન હોય જેને લઈ ખેતીની જમીન વેચાણ રાખનાર રીયાઝ યુસુફી બાલુવાલાની વેચાણ નોંધ નામંજુર કરવામં આવી છે. જ્યારે આ ખેતીની જમીનમાં અગાઉથી ગામ રેકર્ડ ઉપર દાખલ થયેલ ફેરફાર નોંધ દાખલ થયેલ ખેડુત ખાતેદાર જ્યારે ખેડુત ખાતેદાર હોવાના પુરાવા રજુ કર્યા ન હોય ત્યારે આ ખેતીની જમીનમાં વેચાણ લેનારનું નામ દાખલ થતાં પહેલા મુળ ખેડુત ખાતેદારના ખેડુતના પુરાવા રજુ થયેથી નોંધ પાડવામાં આવશે કે પછી મહેસુલ વિભાગમાં ચાલતી પોલ મુજબ નોંંધ મંજુર કરી દેવામાં આવશે તે જોવાનું રહ્યું.